Wednesday, October 30, 2013

Mujhe Bhula Kar Sona To Teri Aadat Hi Ban Gayi Hai

Dhananjay Parmar
Dhananjay Parmar
Mujhe bhula kar sona to teri aadat hi
ban gayi hai..
Aye Jaan
Kisi din hum so gaye to tujhe neend se
nafrat ho jayegi..


Hi friend’s
This is just poem and shayari,



અફસોસ  કેટલા  મને આગવા મળ્યા,
ગાલિબને મારા શે નથી વાંચવા મળ્યા.

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા,
ઈશ્વર અહીં  બધાને  ફકત ધારવા મળ્યા.

પગ પર ઊભા રહીને જુએ છે બધા મને,
જાણે કે પગ મને જે ફકત ચાલવા મળ્યા.

આંખો મળી છે દ્રશ્યને  ઝીલી બતાવવા,
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યા !

ઊંચાઈ  બેઉમાંથી  વધુ   કોની હોય છે,
ભેટી પડ્યા ને એવી રીતે માપવા મળ્યા !

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ,
ને ક્ષણમાં દૂર અહીંથી જવા મળ્યા.

રાતો  વિતાવવા  મળી સાવ એકલાં,
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા !

Credit - ભરત વિંઝુડા


Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment