Friday, May 24, 2013

Har Shakhs Daudta Hai Yahan

Dhananjay Parmar
Dhananjay Parmar
Har shakhs daudta hai yahan bheed ki taraf ..
Phir ye bhi chahta hai usay raasta mile

Hi friend’s
This is just poem and shayari,
And
This is Love Story


એક જૂની છતા પણ ચોટદાર પોસ્ટ : -

એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ કરતો હતો

છોકરાએ પ્રપોઝ કર્યું.

છોકરી :

અરે સાંભળ! તારી એક મહિનાની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે.શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય? કદી નહિ!

તું આવું વિચારી પણ કેવી રીતે શકે. મને ભૂલીજા અને તારા લેવલની કોઈને પકડી લે.”

પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમ હતો એટલે તે તેને ભૂલીન શક્યો

દસ વર્ષ પછી….

એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા.

છોકરી :

અરે તું? કેમ છે તને? મારા તો લગ્ન થઈ ગયા છે મારો પતિતો બહુ પૈસાદાર છે

મહિનાનો લાખનો પગારદાર છે, અને તે સ્માર્ટ પણ તેટલો છે….”

શબ્દો સાંભળીને પેલા છોકરાની આંખમાં આસું આવી ગયા.

થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો, અને પેલા છોકરાને જોઈને બોલ્યો,

અરે સર! તમે અહિયા! મારી પત્ની છે.”

પછી તે તેની પત્નીને કહેવા લાગ્યો,

હું સરના પ્રોજેક્ટ પર કામ કરું છું. જે ૨૦૦ કરોડનો છે….

તું સર વિષે એક વાત જાણે છે? સર એક છોકરીના પ્રેમમાં હતા. પરંતુ પેલી છોકરીએ બીજા સાથે લગ્ન કરી લીધા.

પણ સરની કેટલી મહાનતા કેવાય કે તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. પેલી છોકરીના ભાગ્ય ફૂટલાં હશે!

નહિ તો જમાનામાં આવો સાચો પ્રેમ કોણ કરે છે?”

મોરલ :

જીવન એક લાંબી યાત્રા જેવું છે.

આપણી પાસે રહેલ ભૌતિક વસ્તુના (ગાડી,બંગલો,પૈસા વગેરે) ખોટા અભિમાનને કારણે ઘણીવાર જીવનમાં મહત્વની વ્યક્તિઓ ને ઓળખવામાં આપણે આંધળા બની જઈએ છીએ….

વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ જીવનમાં હમેશા વધુ હોવું જોઈએ. વસ્તુ જશે તો પછી મેળવી શકશો વ્યક્તિને નહિ !

ક્યારેક વગર કારણ તમારા જુના દોસ્તને ખાલી ફોન કરીને પણ જોજો કેવો આનંદ આવે છે !

વાર્તા પરથી હું જે શીખ્યો તે લખ્યું, હવે તમે પણ લખો કે તમે વાર્તા પરથી શું શીખ્યા?




Dhananjay Parmar
Dhananjay Parmar

Thursday, May 16, 2013

Na Main Asaan Bohat Hoon

Dhananjay Parmar
Dhananjay Parmar
Shikayat to nahi karta hun lekin gharz itni hai..
Wo akhir kiya karey jo har tarha majboor ho jaye!!



Hi friend’s
This is just poem and shayari,

થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.
પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર પામવાનો કીમિયો.
શબ્દવિણ જે કહે એમાં સમર્પણ કર બધુ,
તું કર સંકેતને આલેખવાનો કીમિયો.
તું જે લખ લખ કરે છે તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.
અંતમાંઅશરફ’ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.
- અશરફ ડબાવાલા
દૂરી રાખવાથી જેમ વધુ પામી શકાય એમ શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો શોધતા શોધતા કદાચ જીવન જીવવાનો કીમિયો મળી જાય, એમ પણ બને


કેમ હું સાગર તરી શકતો નથી ?
ને કિનારે આછરી શકતો નથી.
શું લખાશે કબ્રની તક્તી ઉપર,
વિચારે હું મરી શકતો નથી.
આપમેળે ગઝલમાં અવતરે
શબ્દને હું સંઘરી શકતો નથી.
ના કરે કોશિશ કહો વરસાદને,
આગ જેવો છું, ઠરી શકતો નથી.
રાખ ઊડે શ્વાસની ચારેતરફ,
એક ચપટી પણ ભરી શકતો નથી.
- પરાજિત ડાભી, તમન્ના આઝમી


ટીપાંની જલધિ કને શું વિસાત હોઈ શકે ?
પણ અસવાર થવા લાયકાત હોઈ શકે.
બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું,
પ્રકાશમાં જુદા પરદાઓ સાત હોઈ શકે.
શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઈ શકે.
ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે,
ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઈ શકે.
યુગો સુધી પછી જેની થતી રહે ચર્ચા,
નિમેષ માત્ર ટકે એવી વાત હોઈ શકે.
જરાક ગમગીની માંગીતી શાયરી માટે,
વધુ મળી તારો પક્ષપાત હોઈ શકે.
- હેમેન શાહ


Dhananjay Parmar
Dhananjay Parmar