Wednesday, September 4, 2013

Pyar Ho Ya Parinda Usko Aazaad Chor Do

Dhananjay Parmar
Dhananjay Parmar 
Pyar Ho Ya Parinda Usko Aazaad Chor Do,
Agar Laut Kar Aaya To Wo Tumara He,
Agar Nahi Aaya To"Kabhi Tumara Tha Hi Nahi...!!

Hi friend’s
This is just poem and shayari,
And StoryAnil Joshi

એક બાજુ ધાર્મિક તહેવારોની મોસમ પૂરબહારમાં ખીલી રહી છે અને બીજી બાજુ અંધશ્રદ્ધા સામે અભિયાન ચલાવનાર નરેન્દ્ર દાભોલકરની હત્યા થઇ ગઈ છે ... એક બાજુ રામને નામે પથરા તરે છે અને બીજી બાજુ દેશની સીતાઓ રોજે રોજ બળાત્કારનો ભોગ બની રહી છે ,આત્મહત્યા કરી રહી છે .એક બાજુ લોકોને પોતાની સોચ બદલવાના આહવાન કરવામાં આવેછે અને બીજી બાજુ દેશમાં આટલી બધી રામકથાઓ , આટલો બધો સત્સંગ ,ટેલીવિઝન ઉપર આટલી બધી ધાર્મિક ચેનલો , આટલા બધા પુસ્તકો , આટલા બધા આશ્રમો અને લગભગ રોજે રોજ ઠેર ઠેર પ્રેરણાના પીયુષ પાતા પ્રવચનોની પરબો હોવા છતાં લોકોની સોચ કેમ બદલતી નથી ? રૂપિયો તો ઠીક પણ માનવી કેમ પડી ગયો છે ? અંધશ્રધા એટલી બધી વધી ગઈ છે કે માણસ જેવો માણસ ઘેટું બની ગયો છે .ટોળું બની ગયો છે .આલ્બર્ટ આઇન્સસ્ટૈન સાચું કહેતા હતા કે “Science without religion is lame, religion without science is blind.” વિજ્ઞાન વગરનો ધર્મ આંધળો છે .તમને થશે કે આવી બધી વાતોને કાવ્યવિશ્વ સાથે શું સંબંધ છે ? સાહેબ , ધર્મશાત્રો જયારે નાશ પામશે ત્યારે ઈશ્વર કવિતામાં વાસ કરશે . રામાયણ અને મહાભારત ધર્મગ્રંથો નથી પણ મહાકાવ્યો છે .રામચરિત માનસ તુલસીદાસનું કાવ્ય છે .ધર્મ બહુ સરળ છે પણ સ્થાપિત હિતોએ એને અઘરો બનાવી દીધો છે . અબ્રાહમ લિંકન અતિ સરળ ભાષામાં ધર્મની વ્યાખ્યા કરતા કહેછે : “When I do good, I feel good. When I do bad, I feel bad. That's my religion" ક્ષણે હું ગ્રીક તત્વજ્ઞાની એપિકટેટસ ( Epictetus ) ની સંગતિમાં બેઠો છું 

એપિકટેટસ નો જન્મ પહેલી સદીમાં 55ની સાલમાં થયો હતો . જીવન કેવી રીતે જીવવું વિષે કેટલી સરળ ભાષામાં માનવીએ વાતો કરી છે એની કોઈને કલ્પના નથી .આજે સહુ "આર્ટ ઓફ લિવિંગ "ના પીરિયડ ભરવા સહુ જાય છે ઓન પાકે ઘડે કાંઠા ચડતા નથી .પથ્થર ઉપર પાણી ઢોળ જેવો સહુનો ઘાટ છે .ઘણા વાચક મિત્રો મને પૂછેછે કે " તમે કયો ધર્મ પાળો છો ?' સહુ આદરણીય મિત્રોને હું એટલો જવાબ આપુછું કે ' મેં બિલાડી પાળી છે , આલ્શેશીય્ન ડોગ પાળ્યો છે . ધર્મ પાલતું જાનવર નથી કે મારે એને પાળવું પડે . ધર્મ તો મારા લોહીમાં હોય " આજે થયું છે એવું કે ધાર્મિક પ્રદુષણમાં માનવી વિચારતો બંધ થઇ ગયો છે . સહુથી મોટી હોનારત છે . એપિકટેટસના સત્સંગ માં ચાલો બે ઘડી બેસીએ . એપિકટેટસ લખેછે :

"તમે જીવનને એવી રીતે ગ્રહણ કરો કે તમે એક દાવત ( પાર્ટી ) માં આવ્યા છો .તમારે દાવતમાં શાલિનતાથી પેશ થવાનું છે .તમારા હાથમાં ખાલી ડીશ છે . કોઈ વાનગીની ડીશ તમારા તરફ લાવે તો એમાંથી તમે ખપ પૂરતું ગ્રહણ કરો . સંભવ છે કે કોઈ વાનગીની ડીશ તમારા તરફ નાં આવે તો તમારી પ્લેટમાં જેટલું છે એનાથી ચલાવી લો .ઝૂ ટાઝૂટ નાં કરો . કોઈ સારી વાનગી તમારા સુધી હજી પહોંચી નથી તો એની ધીરજ પૂર્વક પ્રતીક્ષા કરો . નમ્રતા ,સંયમ અને કૃતજ્ઞતાના દૃષ્ટિકોણથી તમે બાળકો ,પતિ અથવા પત્ની , તમારી કેરિયર અને આર્થિક સ્થિતિ સાથે જીવનની દાવતમાં પધારો .અધીરા થઈને કોઈનું ઝુંટવી લેવાની જરૂર નથી .ઈર્ષ્યા કરવાની જરૂર નથી . સમય આવશે ત્યારે તમને ગમતી વસ્તુ તમારી પ્લેટમાં આવી જશે . સ્ત્રીઓ ઉપર સુંદર દેખાવાનો બોજો પહેલેથી નાખી દેવામાં આવ્યો છે કારણકે સુંદરતા પુરુષોને આકર્ષે છે . પુરુષો સુંદર સ્ત્રીની ચાપલુસી કરવા લાગેછે .આનું સીધું પરિણામ આવ્યું છે કે સ્ત્રીઓમાં એવી ભાવના પેદા થઇ ગઈ છે કે એનું કામ માત્ર પુરુષોને પ્રસન્ન કરવાનું છે . હવે તમને જીવનમાં કોઈ એવોર્ડ કે પુરસ્કાર મળે તો તો તમે ચેતી જજો . જીવનમાં મળતા બધા એવોર્ડો માટે તમારે એક નિશ્ચિત કિમત ચૂકવવી પડેછે . સર્જક અને વિચારક માટે સર્વશ્રેષ્ઠ આચરણ છે મળતા એવોર્ડો માટે કોઈ કિમત ચૂકવવી નહિ કારણકે કિમત નિષ્ઠાની હોયછે .એવોર્ડ લીધા પછી તમારે એવી વ્યક્તિની પ્રસંશા કરવી પડેછે જે સન્માનનીય નથી . " બધા શબ્દો ગ્રીકના મહાન દાર્શનિક એપિકટેટસના છે . બુદ્ધિમાન હોવું અને બુદ્ધિમાન દેખાવું બંને વચ્ચે શ્રધા -અંધ શ્રદ્ધા જેટલો તફાવત છે તમે ખૂબ બુધ્ધિમાન એવું બીજાને દેખાડવાની કોઈ જરૂર નથી . શબ્દો પણ એપિકટેટસના છે . અહીં મને એમિલી ડિકન્સન ની એક નાનકડી કવિતા યાદ આવી જાયછે 

કેટલાક લોકો કહેછે કે 
બોલાતાવેંત શબ્દ મરી જાયછે 
પરંતુ હું કહુછું કે 
દિવસથી જીવવું શરૂ થાય છે 

અત્યારે આપણે બધા એક એવા સાંપ્રતમાંથી પસાર થઇ રહ્યા છીએ કે " ગોશાનશીન " થઈને બેસી રહેવું . " ગોશાનશીન " એટલે " ખૂણો પાળીને બેસવું " આજની હાલતનું આબેહૂબ પ્રતિબિંબ તમને ફોજિયા અબુ ખાલિદની એક કવિતામાં જોવા મળે છે . ફોજિયાનો જન્મ 1959માં રિયાધમાં થયો હતો . બેરૂત અને અમેરિકામાં ફોજિયાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો .કિંગ યુનિવર્સીટીમાંથી ડોકટરેટ મેળવીને આજે સમાજશાસ્ત્રનું અધ્યાપન કરે છે . ફોજિયા સાઉદી અખબાર " અલ -જજીરા " માં નિયમિત કોલમ લખેછે ફોજિયાના ત્રણ કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે . ફોજિયાની એક કવિતામાં એવું આવેછે કે તે રણપ્રદેશના ઝાંઝવામાં આંગળી બોળીને કવિતા લખેછે .ઝાંઝવાનું પાણી એમાંથી ટપકી રહ્યું છે ...ટપક ..ટપક " ફોજિયાએ એક બીજી સરસ કવિતા લખી છે . કવિતામાં આપણા વર્તમાનનું આબેહૂબ પ્રતિબિંબ પડેછે . કવિતામાં કોઈ ભાષાબાજી નથી .સંકુલતાનો કોઈ વેશ નથી 

મારી માએ રણમાંથી એક રેતીનું દોરડું ખેચ્યું 
અને મારી નાભિમાં મૂકી દીધું 
હું ગમે તેટલી દૂર ચાલી જાઉં 
પણ હું એક બાલદી જેવી હોઉછું 
બાલદી કૂવાના ઊંડા પાણીમાં 
દેખાતા ચંદ્રને બાલદીમાં ભરવા વ્યર્થ કોશિષ કરી રહી છે 

અહીં તમને આપણો કવિ અખો જરૂર યાદ આવી જાય . " ઊંડો કૂવો ને ફાટી બોખ " અંતમાં મને એરિસ્તોફેસના એક પ્રાચીન નાટકનો કથાસાર યાદ આવેછે . નાટક ઇસુ પહેલા 400 માં લખાયું હતું અને ભજવાયું પણ હતું . સહુ જાણેછે કે એથેન્સ અને સ્પાર્ટાની વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું .વિનાશ લીલા નું તાંડવ હતું। યુદ્ધ પૂરું થવાના કોઈ લક્ષણ દેખાતા નહોતા .એથેન્સના ન્યાયાધીશની પત્ની યુદ્ધથી બહુ દુખી થઇ ગઈ .યુદ્ધ કેમ અટકાવવું ? ન્યાયાધીશની પત્ની બહાર જઈને એક યોધ્ધાની પત્નીને મળી . પોતાના યુંધ્ધોમત્ત પતિઓને કેમ સમજાવવા કે યુદ્ધ બંધ કરો .. એક ઉપાય તરીકે એથેન્સના યોદ્ધાઓની બધી પત્નીઓએ પ્રતિજ્ઞા લીધી કે યોદ્ધાપતિ સાથે રાતે સહશયન નાં કરવું . એથેન્સ ની મહિલાઓનો યુદ્ધ સામે વિદ્રોહ હતો . વાત વાયુવેગે સ્પાર્ટાની મહિલાઓ સુધી પહોંચી ગઈ
સ્પાર્ટાની પત્નીઓ પણ યોદ્ધાપતિ સાથે સહશયન કરવાની નાં પડી દીધી . આખરે યુદ્ધ બંધ કરવું પડ્યું . મહિલાશક્તિનો વિજય છે . ગ્રીક તત્વજ્ઞાની એપિકટેટસના એક વિધાન પાસે અટકીએ : આપણે એવી માંગ કે આશા નહિ રાખવી જોઈએ કે ઘટનાઓ આપણે જેવી ઇચ્છીએ છીએ એવી બને . ઘટનાઓને રૂપમાં સ્વીકાર કરી લેવો પ્રવચનો અને કથાઓ કરતા મૌન વધુ સલામત છે 
( kavyvishv ) Anil joshi

Credit : Anil Joshi


Dhananjay Parmar
Dhananjay Parmar