Thursday, September 13, 2018

Jab Tak Teri Aanch Me

Couldn’t resist myself for sharing this picture.
Happy faces speaks for them self.

| Source | Google Search |
| Credit | Unknown |

Monday, May 28, 2018

Kuchh Din Se Mujhe Teri Aadat Ho Gai Hai

દીકરીઓને ભણાવવાનો હું જરા પણ વિરોધી નથી. દીકરીઓને ખૂબ ભણાવવી જોઈયે.
પણ આ લેખમાં જે લખેલ છે તે વિષે કેટલું સત્ય છે તે પણ વિચારો. 

આજની દીકરી
થોડો સમય નિકાળી શાંતિથી વાચજો


આજની દીકરી માટે ઘણી સારી સારી કાલ્પનિક વાતો બધા કરે છે પણ શુ સારી સારી કાલ્પનિક વાતો કરવાથી સમાજ સુધરી જાશે ? આવો સમજિયે કે વાસ્તવિકતા શુ છે.


જેમ એક દર્દી ને સારો કરવા માટે કડવી દવા આપવી પડે એમ સમાજ ને સાચા અને સારા માર્ગે લઈ જવા કડવી વાત કરવી પડે.


આમાં હુ 35-40 વર્ષ થી ઉપર ની મહિલા ની વાત કરતો નથી , હુ આજની દીકરી ની વાત કરવા માઁગુ છુ.


તમે બધા જાણો છો કે આજકાલ છૂટાછેડા ખૂબ જ વધી ગયા છે.. શુ કામ ? છોકરા છોકરી તો પોતની મર્જી થી જ લગ્ન કરે છે, છત્તા આટલા બધા છૂટાછેડા શુ કામ ? ચાલો જાણિયે...


આજની દીકરી ને તમે ખૂબ ભણાવિ ... ચાલો ખૂબ સારી વાત છે. પણ રસોઇ બનાવતા શિખવાડ્યુ
ના... શુ સીખવાડયુ ?


નોકરી કરતા, બરાબર છે ને ? પણ જરા દીકરી ને એટલુ સમમજાવો કે સાસરે બધા ના દિલ જીતવા હોઇ તો એનો રસ્તો પેટ થી થઈ ને જાય છે. ગમે તેટલા રૂપિયા કમાવી લો... ભૂખ લાગશે ત્યારે પતિ પત્ની પાસે જમવાનુ માંગે ઈ સારુ લાગે કે રસોયાણિ પાસે માંગે ઈ સારુ લાગે ? બીજુ રસોઇ બનાવતા આવડે નહી એટલે હોટેલ મા જવુ , Pizza , Sandwich etc. બનાવવા, બાળકોને ટિફીન મા Bread Butter, Biscuit આપી ઘરના સભ્યો ને બિમાર પાડવા....જ્યારે મા -દાદી ભણેલા હતા નહી પણ કોઇને ડોક્ટર પાસે જાવાનો વારો આવતો નહી...જરા વિચારો કોના પર ગર્વ લેવો ?


આજની દીકરી પૈસા કમાવા લાગી છે એટલે એને એમ છે કે મારે પુરુષ ની શુ જરૂર ? પુરુષ ને લાગે છે હુ રસોયાણિ રાખી લઈસ મારે સ્ત્રી ની શુ જરૂર .. એક બીજાની જરૂરત જ ખતમ થઈ ગઇ છે... બાકી શરીર ની ભૂખ સંતોષવા લિવ ઇન રીલેશન તો આજની ફૅશન થઈ જ ગઇ છે ... હવે આમાં તલાક ન થાય તો બીજુ શુ થાય ? ક્યા જાશે સમાજ ઈ વિચારો જરા !


 એક નોકરી ને કારણે આજની દીકરી કેંટકેટલું ગૂમાવા તૈયાર છે.


અમુક ને તો લગ્ન જ નથી કરવા, અને કરવા છે તો બાળકો પેદા નથી કરવા, જો બાળકો પેદા કરશે તો મા નુ દૂધ નથી પિવડાવવુ, આ બધુ એક નોકરી માટે... વિચાર કરો ક્યા જઈ રહ્યો છે સમાજ
છોકરી માટે પૌસો કમાવૉ કાંઇ મોટી વાત નથી, પણ ઈ જૂવો કે સુખી છે ? સાસરે સુખ - શાંતિ છે ?


જો તમારો સંસાર સુખી રેહતો હોઇ ને તો જરૂર નોકરી કરો પણ જો નોકરી ને કારણે વાત છૂટાછેડા સુધી જાય ને તો નોકરી છોડવી સારી.. કારણકે ઘર -પરિવાર ની દુનિયા થી મોટુ સુખ બીજુ કાંઇ નથી.


દીકરીને ખૂબ ભણાવિ અને નોકરી ની છુટ આપી એનાથી ફાયદો કેટલો અને નુકસાન કેટલું એનો જરા હિસાબ માંડો.


ભણવાથી જે બુધિ આવી એનાથી નોકરી કરી અને પગાર નો ફાયદો થયો.... બસ 


પણ  નોકરી ને કારણે નુકસાન કેટલું થાય છે એનું લિસ્ટ બનાવ્યે તો ખૂબ મોટુ થાઈ... જરા શાંતિ થી વિચારો...


આધુનિક બનવાના ચક્કર મા આપણે શુ ગુમાવયુ અને શુ પામી લીધુ...


પણ આજની દીકરી ને સાસુ - સસરા, પતિ , અને પોતાના બાળકો કરતા પણ વધારે પ્રિય છે નોકરી... એટલે આજકાલ છૂટાછેડા થાય તો પણ કોઇ વચમાં આવતુ નથી... પહેલા સમાજ વચમાં આવતો, હવે તો મા -બાપ જ બોલતા નથી, તો સમાજ શુ બોલવાનો !!


આજની દીકરી ના લગ્ન ની વાત ચાલતી હોય તો દીકરી પૂછે છે કે ડસ્ટ બિન છે આ ડસ્ટબીન એટલે સાસુ -સસરા, આ ભણાવ્યા પછી ના સંસ્કાર !! કમસે કમ દીકરી ને એટલું તો સમજાવો કે આવું ન બોલાય કે ન વિચારાય 


બીજુ દીકરીને સુખી જોવા માંગતા હો તો ખાસ દીકરીની મા ફોન અથવા WhatsApp કરી ને એના ઘર મા માથું મારવાનુ બંધ કરે.


દીકરી Complain કરે તો પણ એને સમજાવવુ કે તારૂ ઘર છે તુ સંભાળ..છૂટાછેડાનું કારણ અમુક હદે દીકરી ની મા ની દખલગીરી પણ હોઇ છે.


પેહલા ની સ્ત્રી નોકરી કરતી નહી પણ ત્રણ પેઢી ને સાચવતિ, મા-બાપ સમાન સાસુ-સસરા, બીજી પેઢીમા પોતાનો પતિ, ત્રીજી પેઢીમા પોતાના સંતાન.


શાંતિ થી વિચારો આજની દીકરી આ ત્રણ પેઢી માથી કેટલા ને સાચવે છે


કોઇને નહી....કડવુ છે પણ સત્ય છે, જો હજી પણ નહી સમજો તો સમાજ નુ ભવિષ્ય ખૂબ ચિંતાજનક છે 


આજકાલ બધા દીકરી ને પુરુષ સમોવડી બનાવવા નિકળ્યા છે. પણ જરા વિચારો... કોઇને પુરુષ જેવી સ્ત્રી ગમે ?


સારો સમાજ બને એટલે થોડી કડવી વાત કરી છે, કોઇને ખરાબ લાગ્યું હોઇ તો માફી માગું છુ.


| Source | Google Search |
| Credit | Unknown |

Saturday, May 19, 2018

Tujhse Mann Nahi Hai Bharta


અંદાજે ૧૯૯૫ ની સાલ પહેલાં ઉનાળો એટલે;




સવારે સાડા આઠે ય માથે વ્હાલથી હાથ ફરતો, "ચાલો ચાલો જલ્દી...આ કેરીઓ ધોળીને મૂકી છે. ફટાફટ બ્રશ કરીને ચૂસી લો ને પછી ન્હાઈને રમવા જાવ."



અને નાના ટેણીયાઓ માત્ર ચડ્ડી પહેરીને ગોઠવાઈ જતા..થાળી અને મન ભરીને કેરીઓ ચુસાતી. માત્ર જીભ જ નહીં, આખું શરીર કેરીમય બની જતું. અને એ મેંગો સ્પાથી રિલેક્સ થઈ પછી મસ્ત ઠંડા પાણીની પાઇપ માંથી શરૂ થતી આનંદની છોળો..મામા-ફોઈના છોકરાઓની ધમાલ છેક ચાર ઘેર સંભળાતી. જો કે કોઈ ને એમાં નવાઈ ના લાગતી..કેમ કે બધા ઘરે આવું જ વાતાવરણ હોતું.



કંઈક કેટલીય રમતો રમી, લડી-ઝગડીને અને પાછા બુચ્ચા કરીને જમવાના ટાઈમે બધા ભેગા થઈ જતાં. મમ્મી / મામીને રોટલી બનાવતા જોઈ નવાઈ લાગતી.."આ થાકતા નહીં હોય" પણ એ ક્ષણિક જ ..કેમ કે રસ-રોટલી ખાવામાં હરીફાઈ જામતી અને પેલી રોટલીનો ઢગલો બનતો જ જતો. (હવે તો મામી,માસી કે ફોઇઓ ઘરમા મહેમાન, બાળકો જોઇને ગભરાઇ જાય...બાળકો રોકાશે ને મારે વધારે કામ, વધારે રસોઇ કેટલા દિવસ કરવી..મારાથી નઇ થાય...એટલે હવે આવુ ભેગાથવાનુ આપણા બાળકોના નસીબમા નહી આવે)





ચાલો પાછી આપણી વાત...

બપોરે મોટાઓ ની આંખ મીંચાઈ નથી કે ઘરની બહાર...અને આખું ફળીયું માથે લેવાતું. મોટા ઓટલે સાડીઓ બાંધી ઘર બનાવતા ને એમાં રમાતું ઘર-ગત્તા. માત્ર ચા-દૂધ પીવા જ ઘરે જવાનું..સાંજે પાછા પેલું પાઇપથી સ્નાન કરી રમવા, માત્ર જમવા જ ઘરે જવાનું અને રાત્રે પાછા રમવા! વળી ક્યારેક રાત્રે ભાડાની સાઇકલ લાવ્યા હોય તો એ વસુલ કરવા છેક અગિયાર વાગ્યા સુધી ચલાવવાની અને સવારે ય વહેલા ઉઠીને ચલાવી લેવાની.



એ બે રૂપિયામાં જાણે ઢગલો આનંદ લૂંટી લેતા. ધાબે નાંખયેલી ઠંડી પથારીમાં મોંઘીદાટ ડનલોપ મેટ્રસ કરતા ય વધારે મઝા આવતી ને એક જ ઉંઘમાં સીધી સવાર પડતી.





કોઈ જ કલાસીસ નહીં, કોઈ સમરકેમ્પ નહીં...ના કોઈ વિડિઓ ગેમ કે નહીં કોઈ જ પાબંદી.



ડાન્સ અમેય કરતાં જ...પણ મિત્રો સાથે, જ્યારે આપણી ટીમ જીતી જાય ત્યારે કોઈ કલાસ વાળા ના શીખવાડી શકે એવો ડાન્સ થતો.



આર્ટ/ક્રાફ્ટ અમેય શીખતાં પણ જૂની નોટોના કાગળિયા ફાડીને કૈક કેટલુંય બનાવતા.



ક્રિકેટ ના કોચિંગ નહોતા..પણ મમ્મીના કપડાં ધોવાય ત્યાં સુધી રાહ જોઈ પછી એ ધોકો અમારું બેટ બની જતું.



મેનર્સના કોઈ કલાસ નહોતાં પણ વહેંચીને ખાવું, હળી મળી ને રમવું, ઘરડાની સેવા કરવી, સામે નહીં બોલવું...આ બધું વગર શિખવ્યે ય ઘરના સંસ્કાર થકી વર્તનમાં વણાઈ જતું.



વખત વખતની વાત છે ...પણ દુઃખ થાય છે એ બાળપણ ગુમાવ્યાનું અને અત્યારનું બાળપણ જોયાનું.



બાળક હવે બાળક રહ્યું છે જ ક્યાં! મેચ્યોરિટી શબ્દએ તો દાટ વાળ્યો છે. મુકો યાર આ મેચ્યોરિટીને માળિયે..લૂંટવા દો બચ્ચાઓને એમની જિંદગીની ખરી મઝા..ને સાચું કહું;



બને તો બની જાઓ તમેય નાના બાળક, રમી જુઓ એમની જોડે એકાદ રમત..પછી જુઓ એ જમાનો પાછો આવે છે કે નહીં! અરે..બાપની બાય ઝાલીને આવશે, જશે ક્યાં!





| Source | Google Search |

| Credit | Unknown |

Wednesday, May 2, 2018

Mujhe Khone Ke Baad Ek Din


રીઝલ્ટ’ પરિણામ’



રોહનની માર્કશીટ લઇને ઘરે આવતા જ તેની મમ્મીએ બેગ પછાડી અને કહ્યું, ‘રોહન, ધીસ ઇઝ વેરી બેડ, ઓન્લી એઇટી સીક્સ પર્સંટ......!!’


નો, મમ્મા એઇટી સીક્ષ પોઇંટ નાઇન એન્ડ આઇ એમ ઓન નાઇન્થ પોઝીશન ઇન માય ક્લાસ...!!’ રોહન ગર્વથી પોતાનું રીઝલ્ટ કહી રહ્યો હતો.



પણ તેના મમ્મી તેના પરિણામથી ખુશ નહોતી.



યુ નો.. બીફોર નાઇન ધેર આર એઇટ સ્ટુડેન્ટ...!!’



નો મમ્મા, ધેર આર ઇલેવન સ્ટુડેન્ટ અપ ટુ એઇટ રેન્ક...!!’ રોહને થોડી સ્પષ્ટતા કરી.



ઓહ.. રોહન તુમ મુઝે ઐસે કહ રહે હો કી તુમને કોઇ એવોર્ડ લેને વાલા કામ કીયા હૈ.....!! નહી.. નહી ઇતના કમ રીઝલ્ટ નહી ચલેગા.... ફ્રોમ ટુડે યોર નેક્ષ્ટ સ્ટાંડર્ડ પ્રીપરેશન વીલ સ્ટાર્ટ.. યોર રીઝલ્ટ ગોઇંગ વેરી પુઅર ફ્રોમ લાસ્ટ થ્રી ઇયર્સ...! ઇન ધીસ વેકેશન નો પિકનીક.. નો ગીફ્ટ... નો મોબાઇલ... નો ટીવી.... યોર મેમરી પાવર ઇમ્પ્રુવમેન્ટ ટ્યુશન સ્ટાર્ટૅ ફ્રોમ ટુમોરો... એન્ડ અબ સીક્સથ સ્ટાન્ડર્ડૅમે ઐસા રીઝલ્ટ નહી ચલેગા....!!’ રોહનનાં પાંચમા ધોરણનાં પરિણામે તો જાણે તેની મમ્મીની બધી અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હોય તેમ નિસાસો નાખ્યો.



બટ.... મમ્મા... આઇ વાન્ટ....!!’ રોહનના શબ્દો હવે મમ્મીના ગુસ્સા સામે લાચાર બની ગયા હતા.



અને તારા ડેડીને આ રીઝલ્ટની જ્યારે ખબર પડશે ત્યારે તો.....!!’ મમ્મી રોહનને જાણે ડરાવી રહી હતી.



બટ... મમ્મા...!!’


શટ યોર માઉથ, નો સિંગલ વર્ડ.. ગો ઇન ધ રુમ એન્ડ ડુ પ્રીપરેશન ફોર હેન્ડ રાઇટીંગ...! આઇ એન્ડ યોર ડેડ ડુ ટુ મચ વર્ક એન્ડ પે હાયર ફી ઓલ્સો... બટ યુ આર નોટ સિરીયસ.. ઔર ઐસા હી રહા તો તેરા કુછ ભી નહી હોને વાલા..!’ મમ્મીના ફાંકડા અંગ્રેજીમાં રોહન બિચારો કઠપુતળી બની ગયો હતો.



રોહન તેના મિત્રો સાથે રમવા જવા ઇચ્છતો હતો. પણ આજે સ્કુલથી પરિણામ લઇને ઘરે આવતા આખા’ય રસ્તામાં અને છેલ્લે ઘરે પણ મમ્મીએ તો તેનો ઉધડો જ લઇ લીધો હતો.



મમ્મા... મૈ પહલે સામને વાલે ઋત્વિક કા રીઝલ્ટ દેકર આતા હું. ઉસકો બુખાર હૈ, ઇસલીયે મૈ હી ઉસકી માર્કસીટ લેકર આયા હું.’ રોહન તેની મમ્મીથી દુર થવા માંગતો હતો અને તેને કારણ મળી ગયું.



ઓકે.. મગર જલ્દી આના.. ઉસકા રીઝલ્ટ ક્યા આયા હૈ...?’ મમ્મીએ રોહનને દરવાજે રોકતા જ કહ્યું.



રોહને તેના હાથમાં રહેલી માર્કસીટ સામે નજર કરી અને કહ્યું, ‘નાઇન્ટી ફોર પોઇન્ટ સેવન. સેકન્ડ રેન્ક ઇન ક્લાસ.’



નેવુંની સીરીઝમાં ઋત્વિકનું રીઝલ્ટ સાંભળતા જ ફરી મમ્મીનો પિત્તો ગયો, ‘ દેખ, કિતના બ્રિલિયન્ટ હૈ.. પુરા દિન મન લગાકે પઢાઇ કરતા હૈ.. ઔર એક તુ હૈ જો....!!’ રોહનને હવે મમ્મીના શબ્દો નહોતા સાંભળવા એટલે તે દરવાજાથી જલ્દી બહાર નીકળી ગયો.



સામેના જ ફ્લેટમાં રહેતા ઋત્વિકનો ડોરબેલ વગાડતા જ ઋત્વિકની મમ્મીએ દરવાજો ખોલ્યો. ‘અરે, આવ બેટા રોહન..’ ઋત્વિકની મમ્મી સ્પષ્ટ ગુજરાતી જ બોલતી. તેને અંગ્રેજી નહોતું આવડતું.



આન્ટી, આ ઋત્વિકનુ રીઝલ્ટ આપવા આવ્યો છું.’ રોહને માર્કશીટ બતાવી.



એ ત્યાં ટેબલ પર મુકી દે. ઋત્વિકને સારુ થશે એટલે જોઇ લેશે.’ મમ્મી ઋત્વિકના બેડ પર તેને માથા પર હાથ ફેરવી રહી હતી.



આન્ટી, હું તમારી પાસે બેસું. તમે મારા માથામાં હાથ ફેરવશો ? મને તે બહુ ગમે છે.’ રોહન ખરેખર નિર્દોષ હતો.



અરે, બેટા, આવને તું પણ મારો દિકરો જ છે.’ ઋત્વિકના મમ્મીએ રોહનને પાસે બેસાડ્યો અને માથા પર હાથ ફેરવવા લાગી.



આન્ટી, વ્હાય યુ નોટ સી રીઝલ્ટ...આઇ મીન તમે ઋત્વિકનું રીઝલ્ટ કેમ જોયું જ નહી ?’ રોહને નિર્દોષ પ્રશ્ન કર્યો.



અરે, બેટા આ રીઝલ્ટ તો પછી જોઇ લઇશ. મને તો આ ટકાવારીની રેસ જોવી ગમતી જ નથી.’ ઋત્વિકના મમ્મીના એક વાક્યના જવાબમાં તો રોહન પોતના મમ્માના હંટર જેવા શબ્દો યાદ આવી ગયા.



પણ, જો રીઝલ્ટ સારુ નહી આવે તો આગળ જિંદગીમાં કશું કરી જ ન શકાય’ને ?’ રોહને ફરી પોતે સાંભળેલા શબ્દોને પોતાના પ્રશ્નમાં રજુ કર્યો.



ઋત્વિકની મમ્મીએ તેને સમજાવ્યું ‘નહી, બેટા, કોણે કહ્યું કે એક પરિક્ષામાં રીઝલ્ટ ઓછુ આવે કે જિંદગીમા કશુ ન કરી શકાય...! આ રીઝલ્ટ તો કાયમ બદલાયા કરે, ભણવું એટલે વધારે રીઝલ્ટ લાવવું એમ નથી હોતું. તમારે આ ઉંમરે આમ મોટા માણસ બની જવાની કોઇ જરુર નથી. બાળપણની મજા કરો.....!’



હજુ તેમના શબ્દો પુરા થયા નહોતા ત્યાં ઋત્વિકના ડેડી આવી ગયા. રોહનને જોઇને તેમને વ્હાલથી ગાલે ટપલી મારી, ‘કેમ છે રોહન ? ઋત્વિકને સવારે જ અચાનક તાવ ચડી ગયો...! તેને સારુ થાય એટલે રમજો..!’

અંકલ.. આજે તમારી ઓફીસમાં રજા છે ?’ રોહને પુછ્યું.



નહી.. તો આ તો ઋત્વિકને સારુ નહોતું એટલે થયું કે લાવ આજે તેની પાસે જ રહું એટલે મે રજા લીધી છે.’ ઋત્વિક તેના ડેડીનો અવાજ સાંભળીને બેઠો થયો.



અરે, રોહન... શું રીઝલ્ટ આવ્યું ?’ ઋત્વિકે તરત જ પુછ્યું. ‘અરે આ વર્ષે તું ફર્સ્ટ નથી આવ્યો. સેકન્ડ નંબર છે.’ રોહને તરત જ જવાબ આપ્યો.



રોહનનો જવાબ સાંભળી ઋત્વિકના ચહેરા પર થોડી ઉદાસી દેખાઇ તો તરત જ તેના મમ્મી-પપ્પા તેની પાસે આવી ગયા. ‘અરે બેટા, કોણ કહે છે કે દર વર્ષે ફર્સ્ટ જ આવવું જોઇએ. ડોન્ટ વરી.. તને યાદ છે’ને પેલો ભગવદ ગીતાના શ્લોક કર્મણ્ય વાધીકારસ્તે મા ફલેષુ કદાચન..!! યુ એન્જોય યોર વેકેશન.’ તેના ડેડીએ તેના હાથમાં નવી લાવેલી ગેમ્સ મુકીને ઋત્વિકને ખુશ કરી દીધો.


અંકલ એ શ્લોક કયો છે ? મને સમજાવશો ?’ રોહને તેમના સંસ્કૃત શબ્દો ન સમજાતા પુછી લીધું.



રોહનની વાત સાંભળી ઋત્વિકની મમ્મીએ કહ્યું, ‘ બેટા, ભગવદગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જ કહ્યું છે, આપણને માત્ર મહેનત કરવાનો અધિકાર છે. ફળની કોઇ આશા ન રાખવી.’



રોહન કદાચ, બધુ નહી સમજ્યો હોય પણ તે ઉભો થયો અને કહ્યું, ‘થેન્ક્યુ..અંકલ- આંટી. હું જાઉં છું.’ તે પોતાના ફ્લેટ તરફ ગયો...



પપ્પા ઘરે આવી ગયા હતા. તેમના હાથમાં માર્કશીટ હતી. મોમ અને ડેડ ડીસક્સન કરી રહ્યા હતા, ‘ધીસ ટાઇમ રોહન ડાઉન ટુ પરસન્ટ બીલોવ, હી ઇઝ નોટ સિરીયસ એન્ડ ઓલ્સો હી નોટ કોન્સન્ટ્રેટ ઓન સ્ટડી.... આઇ ડિસાઇડ વી સુડ ચેન્જ સ્કુલ એન્ડ પર્સનલ કોચીંગ ટીચર ઓલ્સો.....!!’



રોહનને રુમ તરફ આવતો જોઇ તેના ડેડીએ પણ ફરી તેને પરિણામનાં બે ટકાના ફેરફાર માટે જાણે દેશની પ્રગતિ અટકી જવાની હોય તેટલું ભાષણ આપ્યું.



અને બન્ને એકસાથે છેલ્લે કહ્યું, ‘રોહન તું જ નક્કી કરી લે તારે શું બદલવું છે ? સ્કુલ ? ટ્યુશન ટીચર કે તારા રખડેલ ફ્રેન્ડસ...???



રોહને ધીરેથી નિસાસો નાંખતા કહ્યું.  ‘આઇ વોન્ટ ટુ ચેન્જ માય પેરેન્ટ્સ....!! (મારે મારા મમ્મી-પપ્પા બદલવા છે...!!)’



અને તે જ ક્ષણે રોહનના ડેડીના હાથમાં રહેલી માર્કશીટ હવામાં લહેરાઇને ફર્સ પર પડી ગઇ અને મમ્મી-ડેડી બન્ને સોફા પર ફસડાઇ પડ્યા....!!





સ્ટેટસ
આજના ભણતરનું પરિણામ કંઇક એવું હતું.
કોઇને યાદ જ ન રહે કે, બાળપણ કેવું હતુ ?







| Source | Google Search |

| Credit | Unknown |


Friday, April 27, 2018

Tujhse Naraz Nahi Zindagi

ભુતકાળમાં વિધાતા છઠ્ઠીના દિવશે બાળકનું ભાગ્ય લખતા અને આજે...?

હા આજે

જ્યારે બાળક લીક્વીડ ફોર્મમાં પણ ન હોય ત્યારથી તેને ટેલેન્ટેડ બનાવવાની હોડ લાગી છે.

ચાર પાંચ વર્ષનાં બાળકોને જ્યારે ટીવીના કોઇ રીયાલીટી શોમાં નાચતાં, ગાતાં, મિમીક્રી કરતાં જોઇએ ત્યારે વિચાર આવે કે આ બાળકના માબાપ ને છોકરું જોઇએ છે કે એક મલ્ટી ટેલેન્ટેડ મશીન.

છ વર્ષની છોકરી ટીવી કે ફીલ્મ જોઇને ગીત ગાય છે લેલા મે લેલા એસી હું લેલા સાથે નાચે પણ છે,

હકીકતમાં આ ટેલેન્ટ કરતાં નકલ વધું છે, મા બાપ છાતી ફુલાવી આ નકલી આવૃતીને ક્રીયેટીવીટીમાં ખપાવે છે.

મા બાપનું કામ તો શીક્ષણ અને સંસ્કાર આપવાનું છે, પછી કુદરતી ટેલેન્ટ તો આપોઆપ બહાર આવશે,

કિશોર કુમાર કે રફીના મા બાપે એ બોલતા થયાં ત્યારથી ગાતાં નહોતું શીખવ્યું. રાજકપુરના રણધીર અને રાજીવ બંન્ને છોકરાં કલાકાર તરીકે નિષ્ફળ રહ્યા.
કેમ....?
એતો ઘર અને કુટુંબમાંજ પ્લેટફોર્મ લઇને જન્મયા હતા. એવું જ રાજેન્દ્ર કુમારના કુમાર ગૌરવનું થયું.

કેમ કે એમના પોતાનામાં એ સફળતા માટેની કુદરતી ટેલેન્ટ ન હતી.

નરેન્દ્ર મોદી સાહેબ ના બા હીરાબા એ કાંઇ બાળ નરેન્દ્ર બોલતા થયા ત્યારથી જાહેરમાં સ્પિચ આપવાનું નહોતું શીખવ્યું કે નતો એ બાળકને વક્તૃત્વ સ્પર્ધા ના ક્લાસ કરાવ્યા. કુદરતી ટેલેન્ટ સમય આવ્યે બહાર આવેજ.

સામે પક્ષે પાંચ પેઢીથી ભાષણબાજી અને જાહેરજીવનના પ્લેટફોમ વાળા રાહુલ ગાંધી ભાષણમાં એટલા એગ્રેસીવ નથી લાગતા.

ધીરુભાઇ અંબાણી ના માતા બાળ ધીરુને ઉંઘાડવા હાલરડાંને બદલે કોઇ કંપનીના નફા નુકશાનના સ્ટેટમેન્ટ નહોતા સંભળાવતા કે વાર્તાની જગ્યાએ બેન્કની પાસબુક વાંચીનેં નહોતા સંભળાવતા.

આજે તો ચાર વર્ષની ચાર્મીને એશ્વર્યા બનાવી દેવી છે અને પાંચ વર્ષના પપ્પુને સલમાન.

બાળકના બાળપણની જીંદગીની ભ્રુણહત્યાની હોડ જામી છે. એ સફળજ છે, જરુરી નથી કે બધા સલમાન બને, શાહરૂખ કે હૃતિક કે તેન્ડુલકર બને.

પહેલાં એને પ્રાથમીક શિક્ષણ આપો, સારા સંસ્કાર આપો, પછી કુમાર અવસ્થામાં એનામાં રહેલી શક્તિ આપોઆપ ખીલશે.

અને જો ટેલેન્ટ હશે તો નાનકડા વડનગર જેવા પછાત ગામમાંથી દોડીને એ દીલ્હીની ગાદીએ બેસશે.
એને નાનપણમાં સરપંચના રોલ કરાવી એનામાં રહેલા વડાપ્રધાનની ટેલેન્ટનું ગળું ન દબાવી દો.

જે પિંપળાને ફુટવું જ છે એતો આરસીસી નો સ્લેબ ફાડીને પણ ફુટશે.

આપણા બાળકોને સાચો પ્રેમ, સાચા સંસ્કાર, અને પ્રાથમિક શિક્ષણ આપો, વખત આવ્યે ઇ આપોઆપ ખીલશે.

| Source | Google Search |
| Credit | Unknown |