Friday, March 14, 2014

Tere Jaise To Mein Matti Ke Bana Sakta Hoon

Dhananjay Parmar
Dhananjay Parmar
Yeh aur baat ke main chorr chuka kuuza gari,
Tere jaise to mein matti ke bana sakta hoon..

(kuuza gari;an art of making dishes from sand)
Hi friend’s
This is just poem and shayari,
And Story

Poet : Late.Subedar Mahmoodmiya Mohammad Imam, Popularly Known As : Asim Randeri,

જાણીતા ગુજરાતી ગઝલકાર અસિમ રાંદેરીનું , રાંદેરમાં પહેલો ગુજરાતી મુશાયરો કરનારા અસિમ રાંદેરીને કલાપી એવોર્ડ ,વલી ગુજરાતી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.’લીલાનામના પાત્ર પર તેમણે લખેલું પુસ્તકલીલાખુબજ જાણીતુ બન્યુ હતુ,

કંકોત્રીથી એટલુ પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે

જેવા શેર ના રચયિતા અસિમ રાંદેરીની વિદાયથી ગુજરાતી ગઝલ ને મહામુલી ખોટ પડવાની છે
સાથે તેમની ખુબજ જાણીતી રચનાકંકોત્રી

મારી કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
.                  સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
.                  કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
.                  જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
.                  શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.
છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
.                  દુઃખ છે હજાર, તો હજી ટેક છે,
.                  કંકોતરી નથી, અમસ્તો વિવેક છે !
કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વેવાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
.                  ગંભીર છે વાત કોઈ મશ્કરી નથી,
.                  તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !
કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ હલકો લિફાફામાં એમ તો,
.                  કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
.                  મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !
એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં ફૂલના કટકા નહીં કરું.
.                   આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
.                  ‘લીલાના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.
આસિમ’ ! હવે વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની રીત ગઈ ઢંગ પણ ગયો.
.                  હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
.                   પારકી બની જશે, હું એનો છું !
Credit : આસિમ રાંદેરી

For Full Lyrics Thanks To : Vivek Tailor


Biography

Poet : Late.Subedar Mahmoodmiya Mohammad Imam, Popularly Known As : Asim Randeri,

નામ : સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઇમામ
ઉપનામ : આસિમ
જન્મ : 15 ઓગસ્ટ- 1904 ; રાંદેર- સુરત જિ.
અભ્યાસ : મેટ્રિક

વ્યવસાય
1928-32 ઈસ્ટ આફ્રિકામાંકેન્યા ડેઈલી મેઈલના તંત્રીવિભાગમાં
1932થીમુંબાઈમાં સ્વિડિશ મેચ કમ્પનીની શાખા વલ્કન ટ્રેડિંગ કમ્પનીમાં સેલ્સમેન.

જીવનઝાંખી
મેટ્રિક બાદ પિતાનું અરબસ્તાનમાં અવસાન થતાં પરદેશગમન
1950 – ‘લીલામાસિકની સ્થાપના
1965 – નિવૃત્ત
1965-71 કોલમ્બો, આફ્રિકા, અરબસ્તાન, માડાગાસ્કર, મોરેશિયસ વિ. દેશોમાં પ્રવાસ અને ત્યાંની ભારતીય સંસ્થાઓ અને ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી/ ઉર્દૂ શાયરીની રજૂઆત
1973 – યુ.કે., કેનેડા, અમેરિકાનો પ્રવાસ, અમેરિકામાં કેલીફોર્નિયામાં નિવાસ

રચનાઓ
કાવ્યલીલા( સળંગ પ્રણયકથા જેવી વિશેષ રજૂઆત). શણગાર
ઈતિહાસનાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઈતીહાસ ( 800 વર્ષ પહેલાં અરબસ્તાનથી રાંદેર આવેલાનાયતઅરબોની તવારીખ)


The oldest Gujarati ghazal poet Subedar Mahmoodmiya Mohammad Imam, popularly known as Asim Randeri, died of old age in Rander area of the city on Thursday 5th Feb 2009

He was 104 years old. A legend in Gujarati literature from the pre-Independence era and recipient of the Vali Gujarati Award in 2006, Randeri was buried at the Goregarima graveyard on Friday morning. 

Born in an effluent family in Rander village here on August 15, 1904, Randeri studied till matric before working for a British company. 

His flirting with the pen began when he was 18 years old. 

Randeri's works like Leela, Shangar, Tapi Tirey and Gulchadi with their bold style revolutionized Gujarati ghazal writing. 

Leela, a fictitious character created by Randeri, was a hit among youth. His love for this character continued and lived in the form of a magazine with the same title for six years. 

'Tapi Tirey' is a collection of Gujarati ghazals on love blossoming on the banks of the river Tapi, considered to be the lifeline of Surat, which had become hub of Gujarati ghazal in the 1920s.


Dhananjay Parmar
Dhananjay Parmar


No comments:

Post a Comment