Sunday, February 2, 2014

Tere Jane K Bad Kaun Rokega Mujhe

Dhananjay Parmar
Dhananjay Parmar
Tere Jane K Bad Kaun Rokega Mujhe,
Ji Bhar Ke Khud Ko Brbad Kiya Krenge,
Adhuri Rah Gai Jo Pyas Bhujane K Liye,
Askho K Jam Piya Krenge...
Hi friend’s
This is just poem and shayari,



હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.

થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં સ્થાન લખી દો.

એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.

બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
Credit : અરૂણ દેશાણી


Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment