એક વૃદ્ધ સ્ત્રીએ પોતાની ચેક બુક બેન્કની કેશિયર સમક્ષ
ધરીને કહ્યું, ” મારે રૂ.૫૦૦
ઉપાડવા છે.” ફરજ બજાવતી કેશિયરે કહ્યું, ” રૂ.૫૦૦૦થી ઓછી રકમ માટે એ.ટી.એમ વાપરો.”
વૃદ્ધ સ્ત્રી એપૂછયું, ” કેમ ? ” બેંકની કેશિયર હવે છંછેડાઈ. તે બોલી, ” કેમ કે આ જ નિયમ
છે. મહેરબાની કરીને જો હવે આપને બીજું કઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો, ” આટલું કહી તેણે
ચેકબુક વૃદ્ધ સ્ત્રીને પરત કર્યું.
વૃદ્ધ સ્ત્રી થોડી પળો માટે ચૂપ રહીને પેલી કર્મચારીને
કહેવા લાગી, ” મારે મારાં ખાતાં
માંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે.. શું તમે મને સહાય કરી શકો !”