Saturday, October 28, 2017

Zindagi Tera Shukriya

જિંદગી તને થેન્ક યુ



એક કપ કોફી, મૂશળધાર વરસાદ અને એક ગમતો મિત્ર. બીજું જોઈએ શું ?
એક લોંગ ડ્રાઈવ, એક ગમતો રસ્તો અને એક ગમતું ગીત. બીજું જોઈએ શું ?



કોઈ નિરાંતની સાંજે એક ગમતા પુસ્તકના પાનાં ઉથલાવીને, દુનિયાને ભૂલી જઈ શકું તો જિંદગી તને થેન્ક યુ.
એક મનગમતી સાંજે આથમતા સૂરજની સામે ઉભા રહીને, મારી જાતમાં કશુંક ઉગાડી શકું તો જિંદગી તને થેન્ક યુ.



એક ગમતો સાથ, એક મનગમતો સ્વાદ અને એક સ્વાદિષ્ટ પકવાન. બીજું જોઈએ શું ?
વર્ષોથી સાચવેલી શ્રદ્ધા, એક ગમતી પ્રાર્થના અને મંદિરમાં એક ભગવાન. બીજું જોઈએ શું ?



ગમતા લોકોની હાજરીમાં, મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું, તો જિંદગી તને થેન્ક યુ.
જેને પ્રેમ કરું છું એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું, તો જિંદગી તને થેન્ક યુ.



એક ગમતું થિયેટર, હાથમાં પોપકોર્ન અને સામે ગમતો સુપર સ્ટાર. બીજું જોઈએ શું ?
કેટલાક ગમતા લોકો, હાથમાં મીઠાઈ અને હૈયામાં ગમતો તહેવાર. બીજું જોઈએ શું ?



તેં આપવા જેવું બધું જ આપ્યું છે અને તેમ છતાં ન માંગવા જેવું હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું.
મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ તો મેં અનેક વાર કરી છે તને,
પણ એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે ક્યારેય આભાર નથી માન્યો તારો.



દૂર સુધી દોડ્યા પછી, હાંફતા હાંફતા મારા જ હ્રદયના ધબકારા સાંભળી શકું, તો જિંદગી તને થેન્ક યુ.

Credit : ડૉ. નિમિત ઓઝા

Wednesday, August 16, 2017

Koi Tere Khatir Hai Jee Raha


એક વૃદ્ધ સ્ત્રીએ પોતાની ચેક બુક બેન્કની કેશિયર સમક્ષ ધરીને કહ્યું, ” મારે રૂ.૫૦૦ ઉપાડવા છે.” ફરજ બજાવતી કેશિયરે કહ્યું, ” રૂ.૫૦૦૦થી ઓછી રકમ માટે એ.ટી.એમ વાપરો.”



વૃદ્ધ સ્ત્રી એપૂછયું, ” કેમ ? ” બેંકની કેશિયર હવે છંછેડાઈ. તે બોલી, ” કેમ કે આ જ નિયમ છે. મહેરબાની કરીને જો હવે આપને બીજું કઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો, ” આટલું કહી તેણે ચેકબુક વૃદ્ધ સ્ત્રીને પરત કર્યું.



વૃદ્ધ સ્ત્રી થોડી પળો માટે ચૂપ રહીને પેલી કર્મચારીને કહેવા લાગી, ” મારે મારાં ખાતાં માંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે.. શું તમે મને સહાય કરી શકો !”


જયારે કેશિયરે વૃદ્ધ સ્ત્રીના ખાતા માં ની રકમ જોઈ તો તે અચંબો પામી ગઈ. થોડું ઝૂકી, માંથુ ધુણાવી તેણે કહ્યું,” માફ કરશો બા, પણ તમારા ખાતાંમાં તો સાડા ત્રણ કરોડ રૂપિયા છે ! અને હાલ બેંક તમને તમારા પૈસા આપી શકે તેટલું બેલેન્સ નથી. શું તમે કાલે ફરી એક વાર જાણ કરીને આવી શકશો ?