Friday, October 21, 2016

Pyar Hota Hai To Hota Hai Ya Hota He Nahi

ધબકે છે આ હૃદય,

તો જરૂર કોકનું આકર્ષણ હશે,

નથી માનતાં લાગણીનાં બંધનમાં,

તો કોનું એ ગુરુત્વાકર્ષણ હશે !





ઘણા વખત પહેલાની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા. સુંદરતા, આનંદ , ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ-બાજુ મા રહેતા હતા. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમા પ્રેમ રહેતો હતો.

એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યુ કે તે દિવસે સાંજ સુધીમા ટાપુ ડૂબી જશે. બધીજ લાગણીઓને ગુણો એ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથી પ્રયાણ શરૂ કરી દીધુ. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો. બધાને નવાઈ લાગી પણ સૌ પોતપોતાને રીતે ભાગવાની પેરવીમા હતા ત્યારે અત્યારે કોઈ પ્રેમની પંચાત કરવા ક્યા બેસે ? હકીકતમા પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વ્હાલ હતુ. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માગતો હતો.

જેમજેમ સાંજ પડવા લાગી તેમતેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડુબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ વ્હાલ કર્યુ. એણે જમીનના કણક્ણને વ્હાલથી નવડાવી દીધા. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. પણ હવે ટાપુ પર પાણી વધવા લાગ્યુ. પાણી ઘૂટણ સુધી આવવા લાગ્યા એટલે પ્રેમને થયુ હવે ટાપુ છોડ્વાનો સમય થઈ ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાથી સમૃધ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યુ કે,”બહેન ! તુ મને તારી હોડીમા લઈ જઈશ ? નહિતર હુ હમણા જ ડૂબી જઈશસમૃધ્ધિએ પોતાની હોડીમા એક નજર નાખીને કહ્યુ, ” માફ કરજે પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાથી ભરેલી છે. એમા તારા માટે ક્યાય જગ્યા નથી!” આટલુ કહી એ ચાલી નીકળી.

એની પાછળ હોડી લઈ આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી કહ્યુ,” હે સુંદરતા! તુ મને તારી હોડીમા લઈ જઈશ ?” પોતાની જાત પર ને હોડી પર મગરુર સુંદરતાએ કહ્યુ ,”માફ કરજે પ્રેમ પણ તુ એટ્લો ભીનો છે કે મારી આ સુંદર હોડીને તુ બગાડી નાખીશ.મને મારી જાતને કે હોડીને ભીની કરવામા જરા પણ રસ નથીએમ કહી સુંદરતા પણ ચાલી ગઈ.

પાણી હવે કેડ સમાણુ થઈ ગયેલુ. ત્યાજ પ્રેમે ઉદાસીનતાને જતા જોઈ. પ્રેમે એને પણ કહ્યુ કેમને તારી સાથે લઈ લે. મને બચાવી લે..” પણ ઉદાસી જડ્સુ હતી. એણે કીધુ,” માફ કરી દે પ્રેમ! પણ હુ એટલી બધી ઉદાસ છુ કે તુ મને એકલી જ રહેવા દે.” એ પણ ત્યાથી જતી રહી. ત્યાથી પસાર થઈ રહેલ આનંદતો નાચ-ગાનમા એટલો તો મશગુલ હતો કે એણે તો પ્રેમ ને જોયો પણ નહી ને એનો અવાજ પણ સાંભળ્યો નહી.

પાણી હવે ગળા સુધી આવી ગયુ હતુ. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસ્કો પડ્યો. એ જોર થી રડવા લાગ્યો. ત્યાં જ એક ખૂબ પ્રેમાળ અવાજ આવ્યો ,”પ્રેમ! રડ નહી. ચાલ હુ તને મારી હોડીમા લઈ જઈશ.” પ્રેમે પાછળ વળી જોયુ તો એક વૃધ્ધ માણસ પાછળ હોડી લઈને ઉભો હતો એણે પ્રેમનો હાથ પકડીને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ લગભગ ડૂબવાની તૈયારીમા જ હતો.

અચાનક ઉગરી જવાથી પ્રેમ થોડીવાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી ના શક્યો. પેલા વૃધ્ધે તેને કિનારે ઉતારીને ચાલવા લગ્યો તોન પણ તે કઈ બોલી ના શક્યો. બસ મૂંગા મૂંગા એ વૃધ્ધનો આભાર માન્યો. અચાનક પ્રેમને યાદ આવ્યુ કે ડૂબી જવાની બીકમા ને બચી જવાની ખુશીમા પોતે પેલા વૃધ્ધનુ નામ પૂછવાનુ તો ભૂલી જ ગયો. તે આટલો નાનકડો શિષ્ટાચાર પણ દાખવી ના શક્યો એનો એને પારાવાર અફસોસ થવા લાગ્યો. તે દોડતો જ્ઞાનના ઘરે ગયો. ને એને બધી વાત કરી. જ્ઞાને પોતાની આંખો બંધ કરી. થોડીવારે આંખ ખોલીને જ્ઞાને કહ્યુતને બચાવનાર સમય હતો ! ”

પ્રેમે નવાઈ પામતા પૂછ્યુ, ” હેં જ્ઞાન ! જ્યારે કોઈ કરતા કોઈ મને મદદ કરવા તૈયાર નહોતુ ત્યારે ફક્ત સમયે જ મને કેમ મદદ કરી ?”

જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો, ” કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટ્લો મહાન છે અને એનુ મહત્વ શુ છે 

Sunday, October 9, 2016

Yeh Chehra Kitna Jaana Pehchaana Hai

मैं नहीं जानता ये दीवार कहाँ है पर 
ये चाहता हूँ ऐसी दीवार हर शहर हर मोहल्ले में हो

Credit : Unknown Person