૨૧મુ ટિફિન , Shemaroo Gujarati ગુજરાતી ફિલ્મ ને 10 માંથી મારા 3 સ્ટાર , પણ ગુગલ પર 5
માંથી 1 જ સ્ટાર આપું છુ.
એક પરણેલા જોડા ના સંસાર માં બાળકો આવ્યા પછી ની દુનિયા ઘણી
સુંદર રજૂ કરી છે . ફિલ્મ ના સંવાદ મઘ્યમ વર્ગ પરિવાર આધારિત છે . મા અને એની
દીકરી ના સંબંધ એ આ ફિલ્મ ને ઉંચી હરોળ માં મૂકી દીધી છે .
પતિ પત્ની ની શરીર ભૂખ / હૂંફ / પ્રેમ , સમાપ્ત થઈ જાય ને
ત્યારે અજાણ્યા વ્યક્તિ સાથે શાબ્દિક પરિચય બાદ નજરો ના હાવભાવ એ જન્મતા પ્રેમ (
એક્સ્ટ્રા મેરેટરીયલ અફેર ) ના વણાંક ની રજુઆત ઘણી સાર્થક જણાય છે .
ફિલ્મ માં કોઈ એડલ્ટ સીન નથી કોઈ કિસ પણ નથી .
ટિમ ને અભિનંદન મહેનત રંગ લાવી છે .
Vijaygiri Filmos,
Vijaygiri Bava, Raam Mori, Raunaq Kamdar, Niilam Paanchal, Netri Trivedi