Friday, April 11, 2014

Nazre Milate Hain Hanste Hain Ruth Jaate Hain

Dhananjay Parmar
Dhananjay Parmar
Nazre Milate Hain ,Hanste Hain,Ruth Jaate Hain 
Saliqa-mand, Saleqe se Dil Dukhate Hain

Hi friend’s
This is just poem and shayari,




વચ્ચે થી પ્રેમ રૂપના પરદા ઉઠાવી જા.
દિલ એક છે નજરને પણ એક બનાવી જા.

દિલને તું દરદ , દર્દને તું દિલ બનાવી જા.
બિંદુમાં સિંધુ , સિંધુ માં બિંદુ સમાવી જા.

તું રૂપ છે, હું પ્રેમ છું,તું જીવ હું શરીર,
હું શું બતાવુંતુજ જગતને બતાવી જા.

હા,હા, જીવનનું દર્દ રુદનમય છે છતાં,
મહેફિલ છે ચાર દિનની હસીને હસાવી જા.

મળશે એક અન્ય ધામ પણ ભક્તિ નમાજ નું,
મંદિર ને મસ્જિદની તું હદને વટાવી જા.

જેને તું સુખ કહે છે દુ:ખનોજ અંત છે,
સુખ જોઇએ તો દુ: મહીં જીવન વિતાવી જા.

સુખ્ દુ:ખનો જન્મ ખેલ છે એક કલ્પના તણો,
સુખ શોધમાંજીવનને દુ:ખમય બનાવી જા.

દુનિયા તજી દે તું,તને દુનિયા મળી જશે,
દુનિયા જો લુંટવી છે તો દુનિયા લુંટાવી જા.

મળતો નથી તો પછી ખુદને ખોઇ દે,
તું એની શોધનો નવો રસ્તો બતાવી જા.

જો મળી જશે તો જીવનની મઝા જશે,
આસિમતું એની શોધમાં જીવન વિતાવી જા.

Credit : આસિમ રાંદેરી


Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment