Monday, July 1, 2013

Saray Jahan Ko Hai Maloom

Dhananjay Parmar
Dhananjay Parmar
માનવી તો કંઈ હસીને શીખે છે,
તો કંઈ રડીને શીખે છે.
જ્યારે પણ કંઈક અલગ શીખે છે
..................
કાં તો કોઈકનો થઈને શીખે છે,
કાં તો કોઈકને ખોઈને શીખે છે...


Hi friend’s
This is just poem and shayari,


કંઇક રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
પછી જે કાંઇ બચશે, લાગણી કરશું એમે.

પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.

જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.

આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઇ જાશું ને તમને પોયણી કરશું અમે.

તું ચાહે તો પછી એને કોઇ ચાહે નહીં,
જિન્દગીને રીતે અળખામણી કરશું અમે.

શી દશા થઇ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.

કાં મળે સૌ કાંઇ અમને, કાંઇ મળે ના કાંઇ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.

એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઇ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.

છે ખુદા સૌના અને એથી સંતાઇ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.

ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્ર્વનેબેફામખાલી છાવણી કરશું અમે.

- બરકત વિરાણીબેફામ


Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment