Sunday, June 2, 2013

Muhabbat Haadsa Hai

Dhananjay Parmar
Dhananjay Parmar
Jugnu ko qaid kar k muskaraya na karo,
Roshni ki khatir kisi ka dil jalaya na karo,
Sitam karna hai karo par itna na karo Dhananjay !
Yaad nahi karsakte to yad aaya na karo....

Hi friend’s
This is just poem and shayari,
And
Love Story :


વાત્સલ્ય ... ( LOVE ) ..


ગાયના ગર્ભમાં રહેલું વાછરડું જ્યારે બહાર આવે ત્યારે ગંદકીથી લપેટાયેલું હોય છે. ગાય તેને પોતાની જીભથી સ્વચ્છ કરે છે. સંસારને જેવા વાછરડાની જરૂર છે એવું ચોખ્ખું વાછરડું તે આપે છે. ગાયના વાછરડા પ્રત્યેના પ્રેમને આપણેવાત્સલ્યકહીએ છીએ. ફક્ત મૂંગા પ્રાણીઓમાં સંબંધ હોય એવું નથી, પક્ષીઓમાં પણ તે જોવા મળે છે. મારા બાગમાં જ્યારે બુલબુલ માળો બનાવે, ઈંડા મૂકે, એને સેવે અને એમાંથી જ્યારે બચ્ચાં નીકળે ત્યારે બચ્ચાં માટે બુલબુલ ઈયળ-જીવડાં-ફળના ટુકડા વગેરે લઈને આવે અને ખવડાવે. માળો જ્યારે ખાલી હોય ત્યારે આપણે સ્પર્શ કરીએ તો એમાં બનેલી પથારીમાં નાના પીંછાં, સુંવાળું ઘાસ વગેરે જોવા મળે. કુદરતી રીતે પોતાના જીવોનો વિકાસ પરમાત્માએ માતાના હાથમાં મૂક્યો હશે. સંસારનો સૌથી નિર્મળ પ્રેમ હોય તો તે ઈશ્વરનો હોય પરંતુ તે પછીનું સ્થાન તો માતાનું ચોક્કસ છે.

પોતાની આર્થિક પરિસ્થિતિ ગમે તે હોય, દરેક માતા પોતાના બાળકના શારીરિક, માનસિક, ધાર્મિક અથવા આધ્યાત્મિક વિકાસ માટે તત્પર રહે છે. એના જીવનનું કેન્દ્ર એનું બાળક હોય છે. ‘વાત્સલ્યશબ્દ એવો છે જેનું વર્ણન શબ્દોમાં કરી શકાય. એની કિંમત રૂપિયામાં આંકી શકાય. પ્રેમની સાથે લાગણી ઉમેરવાથી સ્નેહ બને છે. સ્નેહમાં જ્યારે નિસ્વાર્થ ભાવના ઉમેરાય તો વાત્સલ્ય બને છે. એની કોમળતાનું અનુમાન નહિ પણ અનુભવ કરી શકાય છે. માટે આપણી અંદર પાત્રતા હોવી જરૂરી છે.

વળી વાત્સલ્ય કુદરતી રીતે પેદા થાય છે. એને પેદા કરી શકાતું નથી. વાત્સલ્ય બે જીવ વચ્ચે અનોખું વાતાવરણ પેદા કરે છે. એમાં માલિકીભાવ કે સ્વાર્થ, સામેથી મેળવવાની ઈચ્છા કે કોઈ શંકા ક્યારેય હોતા નથી. માતા જ્યારે પોતાના ભૂખ્યા બાળકને ધાવણ આપતી હોય વખતની કલ્પના કરો. માનો સ્નેહભર્યો હાથ જે બાળકના કપાળ-માથા પર અથવા પીઠ પર ફરતો હોય, માતાનું ધ્યાન ફકત બાળકના હલનચલન પર હોય. દશ્ય વાત્સલ્યનું પ્રગટરૂપ છે. બે ભાઈ, બે મિત્રો કે બે ભાઈ-બહેન, પતિ-પત્ની વચ્ચે પણ આવો નિર્મળ પ્રેમ શક્ય બને છે. એમાં જ્યારે લાંબા સમયનો સંપર્ક હોય, એકબીજાને સમજવાની ઊંડી ધીરજ હોય તો પ્રેમ શક્ય બને છે.

વર્ષો વીતી ગયા. હું જ્યારે વડોદરા કૉલેજમાં ભણતો હતો ત્યારે મેડીકલ કૉલેજથી મારી હૉસ્ટેલ જવાનો કોઠી ચાર રસ્તા તરફનો રસ્તો હજી આજે પણ મને યાદ છે. ત્યાં ટ્રાફિક સિગ્નલની પાછળ ઢાળ ઊતરતા જમણી તરફની ફૂટપાથ પર એક વૃદ્ધ બેસતો હતો. વાળ બિલકુલ સફેદ, મોટું કરચલીવાળું કપાળ, અંદર ઊતરી ગયેલી ઊંડી આંખો, વધી ગયેલી સફેદ દાઢી…. યુવાનીમાં કદાચ પાણીદાર યુવાન હશે પણ કાળની થપાટે એને ક્યાંય ફેંકી દીધો હતો. બાંય વગરનું પહેરણ અને ફાટેલો પાયજામો તે પહેરતો. ગંદકીનું તો પૂછવું શું ! આજુબાજુ પાર વગરના ચીંદરડા. ડોસો ચીંદરડામાં આખો દિવસ કશુંક શોધતો રહેતો. એની બાજુમાં બેસતી સદા હસતી રહેતી આશરે 24-26 વર્ષની એક છોકરી. કોઈકે એના વાળ કાપીને બિલકુલ બોયકટ કરી નાંખ્યા હતા. એનો પણ ધૂળવાળો ચહેરો ને પીળા દાંત પરંતુ આંખોમાં અનેરી ચમક. તે હંમેશા પેલા વૃદ્ધને તાકી રહેતી. કોઈ ખાવાનું આપે તો પહેલા જુએ, ચાખે અને પછી પેલા વૃદ્ધને ખવડાવે. નિરાંતની પળોમાં બંને જણા કંઈક વાતો કરતાં ખડખડાટ હસે. જો કોઈ પૈસા નાખે તો બંને જણ તરફ જુએ પણ નહિ.

ક્યારેક પોતાનો રદ્દી સામાન લઈને ચાલતા દેખાય. ડોસાનો એક હાથ કાપડના ટુકડા પકડે અને બીજા હાથે પેલી દીકરીના ખભાનો સહારો લે. છોકરીને પગે સ્હેજ પોલિયોની અસર એટલે લાકડીનો ટેકો લઈને ચાલે. વરસાદ હોય, કડકડતો શિયાળો હોયએમની જગ્યા ત્યાં હોય. ખૂબ મોટું ઝાપટું પડે તો બંને જણા ચાની લારીના છાપરા નીચે ભરાય. બંનેને યાદ કરું ત્યારે વિચારું કે કયો સ્નેહ ? ફક્ત એક સ્ત્રી અને પુરુષ કે પછી બાપ અને દીકરીજે પણ હશે પણ તે પ્રત્યક્ષ ભાવ-સ્નેહ વાત્સલ્યથી જરાપણ ઊતરતું નથી લાગતું. વાત્સલ્ય ક્યાંક ક્યાંક કુદરતી રીતે પ્રગટ થતું લાગે છે. જ્યારે વાત્સલ્ય હોય છે, મમતા-સ્નેહ હોય છે ત્યારે જગતના લૌકિક એવા ધન કે સ્થળની પરવા હોતી નથી. એની ઝરમર વર્ષમાં તરબોળ થયેલાં માનવી પોતાનામાં એવા મસ્ત રહે છે કે આખો આલમ એમને માટે કોરો રહે છે.

વાત્સલ્યનો ભાવ આપણી અંદર એની મેળે કોઈકને માટે પેદા થાય છે. તેને અટકાવી નથી શકાતો. જેને એનો અનુભવ થાય છે તે પોતાની જાતને ધન્ય માનતો થઈ જાય છે. બધું પરમાત્માની કૃપા પર આધારિત છે..

CREDIT : ડૉવિક્રમ પટેલ, 
This Story, Article ( વાત્સલ્ય ) supplied by ડૉવિક્રમ પટેલ,
Thanks ડૉવિક્રમ પટેલ


Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment